Friday, February 4, 2011

નમ્રતા અને સહનશીલતાથી મનુષ્ય તો શું, દેવતા પણ કાબૂમાં આવી જાય છે.

મહત્વકોઈ પણ બાપ એનાં સંતાનો માટે સૌથી મહત્વનું જે કામ કરી શકે છે તે આ છે: સંતાનોની માતાને દિલથી ચાહવી.- થિયોડોર એમ. હેઝબર્ગ
લોભજીવનમાં એ ન વિચારો કે ‘કેટલું મળવું જોઇએ.’ એ નક્કી કરો કે ‘કેટલું જોઇએ.’ લોભનો કોઇ થોભ નથી. ઇશ્વર ભક્તિમાં સમય વિતાવો.
મારું તારુંજીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારું.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
      બુદ્ધિમાન બનોપૈસાની સાથે જીવન જીવવું બુદ્ધિમત્તા છે, પૈસાને માટે જીવન જીવવું બુદ્ધિહીનતા છે. બુદ્ધિમાન બનો બુદ્ધિહીન નહીં.
      સત્તાસત્તાધીશોની સત્તાનો અંત એમની ખુરશી પરથી ઉતરતા જ આવે છે. જ્યારે દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી પણ ચાલે છે.-સરદાર પટેલ
      અહંકાર અને ક્રોધઅહંકારી કોઇની પાસે જવા માટે તૈયાર નથી, અને ક્રોધી પાસે કોઇ આવવા માટે તૈયાર નથી. અહંકાર અને ક્રોધ બંનેથી બચો.
      મિત્રમિત્રો વિના કોઈ પણ જીવવાનું પસંદ નહીં કરે, ભલે તેની પાસે અન્ય તમામ સારી વસ્તુઓ કેમ ન હોય.-અરસ્તુ
      સફળતાની દોડસફળતા દોડના અંતિમ ડગલે જ નથી મળતી, બલકે પ્રત્યેક ડગલાનો તેમાં હિસ્સો છે. એટલે પ્રત્યેક ડગલું સમજી-વિચારીને જ ભરવું.
ક્રોધ ક્ષણિક પાગલપન જ છે, જે આપણા ઉત્તમ વિચારો, સંકલ્પો, કર્મો અને પ્રતિષ્ઠાનો વિનાશ કરી દે છે. ક્રોધથી હંમેશાં દૂર રહો.
      હંમેશાં જીતોસફળ વ્યક્તિ સમસ્યાથી ક્યારેય ગભરાતા નથી. તેઓ પરિસ્થિતિઓના રાજા બનીને તેના પર હાવી થઇને સમસ્યાને જીતી લે છે.
      ખરાબ વિચારપોતાના મન-મસ્તિકના થોડાક ભાગમાં પણ ખરાબ વિચાર બહાર કાઢી નાંખો, તુરત જ ખાલી સ્થાન સર્જનાત્મકતાથી ભરાઈ જશે.-ડી.હોક
    દોષ કાઢવો સરળ છે, પરંતુ તેને સુધારવો મુશ્કેલ છે.-પ્લુટાર્ક
      વિચારઆપણા વ્યક્તિત્વની ઉત્પત્તિ આપણા વિચારોમાં છે. આથી ધ્યાન રાખો કે તમે શું વિચારો છો, શબ્દ ગૌણ છે, વિચાર મુખ્ય છે અને તેની અસર લાંબાગાળા સુધી રહેતી હોય છે. સ્વામી વિવેકાનંદ
      બોજરૂપજે જ્ઞાન ભોળપણ છીનવી લે તે બોજરૂપ છે. જે વિલક્ષણતાનું વિશેષણ લગાવે તે જ્ઞાન બોજરૂપ છે. બુદ્ધિમાન વ્યક્તિમાં અહંકાર ઊભો કરે તે જ્ઞાન બોજરૂપ છે. જે પોતાની સાથે આનંદની પળો ન લાવે તે જ્ઞાન બોજરૂપ છે. જે ઈષૉથી મુક્ત ન કરી દે તે જ્ઞાન બોજરૂપ છે.
      અંકુશજો તમે તમારા મનને અંકુશમાં રાખો તો તે તમારું મિત્ર બની રહેશે. પરંતુ જો મન તમને અંકુશમાં રાખશે તો તે તમારું દુશ્મન બનશે.-ભગવદગીતા
      મુક્તિમુક્તિ-લાભ ઉપરાંત કઇ ઉચ્ચ અવસ્થાના લાભ લઇ શકાય છે? દેવદૂત ખોટા કાર્ય કરતા નથી, તેથી તેમને કદી દંડ થતો નથી, તેથી તેઓ કદી મુક્ત પણ થઇ શકતા નથી. ખરેખર તો, સાંસારિક ધક્કા જ આપણને જાગૃત કરે છે. તે જ આપણી અંદર મુક્તિની આકાંક્ષા જગાડે છે.- સ્વામી વિવેકાનંદ
      દુ:ખતમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ- ચાર્લી ચેપ્લિન
      દુર્ગુણઆપણી આજની કેળવણીમાં ગુણ ગમે તેટલા હોય, પણ સૌથી મોટો દુર્ગુણ એક જ છે, અને તે એ જ કે આપણે બુદ્ધિને ઊંચું અને શ્રમને નીચું સ્થાન આપવાની ભાવના સેવીએ છીએ. – અજ્ઞાત
      ભાષાદયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે અને અંધ અનુભવી શકે છે, મૂંગા સમજી શકે છે.-મહાવીર સ્વામી
      પરિસ્થિતિપરિસ્થિતિ કેવી હશે તે આપણા હાથ માં નથી પણ પરિસ્થિતિ નો સામનો કેમ કરવો તે આપણા હાથ માં જ છે
      પાપજીભડી ના સ્વાદ માટે લાખો પશુઓની હત્યા થાય તો એ પાપ છે
      ઈશ્વરજીવન જ ઈશ્વર છે.- કબીર
      પ્રેમમૌનના ફળરૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.-મધર ટેરેસા
      શ્રેષ્ઠ ફળભગવાનની નિષ્કામ ભક્તિ અનેક સિધ્ધીઓથી પણ શ્રેષ્ઠ ફળ આપે છે.- સ્વામિ આનંદ
      હારતમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે.- અબ્રાહમ લિંકન
      અપમાનજો ઈશ્વર આપણને જીવનભર કંઈ જ દુઃખ ન આપે તો મનુષ્ય તરીકેની આપણી સહનશક્તિનું એ સૌથી મોટું અપમાન છે.
      લાલચજીવનમાં વધુ પડતી લાલચ પણ ચેપી રોગની બીમારી જેવી હોય છે.
      ઇર્ષ્યાહું પ્રથમ રહું તેનું નામ સ્પર્ધા અને મારો હરીફ પાછળ રહી જાય એનું નામ ઇર્ષ્યા.- ભગવતગીતા
      આત્માસંક્ષેપ એ જ પ્રતિભા અને બુદ્ધિમત્તાનો આત્મા છે
      કસોટીકુદરતી દુ:ખ એક કસોટી છે, ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે. -શ્રી અરિંવદ
      અનુકરણઆજ સુધી કોઈ પણ વ્યક્તિ અનુકરણ કરીને મહાન નથી બન્યો.
      સજ્જનચંદ્ર અને ચંદન કરતા પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.- કાલિદાસ
     એક ચિત્ર એકલું જ હજાર શબ્દો બરાબર હોય છે.
     પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.
      જીવનફક્ત જીવતા રહેવું પૂરતું નથી. જીવનમાં કોઈ મોટું કામ અને હેતુ પણ હોવો જોઈએ.
      યશયશપૂર્ણ જીવનનો એક વ્યસ્ત કલાક કીર્તિ રહિત યુગો કરતાં ઘણો વધારે છે.
      મનનો વિલાસબહારનું દેખાતું જગત મનનો વિલાસ માત્ર છે. એ એક ભ્રમ છે કારણ કે જે બધું જ દેખાય છે તે નાશ પામે છે.- ઉદ્ધવ ગીતા
      જીવનઆ જીવન અલ્પકાલીન છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતાં કરતાં મરેલાં વધારે છે.- સ્વામી વિવેકાનંદ
      મનમેળજે ઘરની અંદર જ મનમેળ ના હોય, તે બહારની મુસીબતોનો સામનો કરી શકતું નથી.
      પ્રાર્થનાપ્રાર્થના એ કઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે.- ગાંધીજી
      ઉપેક્ષાજે વર્તમાનની ઉપેક્ષા કરે છે, તે પોતાનું બધું જ ગુમાવી દે છે.
      ભૂલસુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલ તો દરરોજ દીલમાં ઊગે ખુશીના ફુલ- અજ્ઞાત
      ખુશ ન થાઓકોઈ કારણસર ખુશ ન થાઓ કારણ કે નિમિતનો અંત આવતા ખુશીનો પણ અંત આવે છે. કારણ વગર ખુશ રહેશો તો તે કાયમી હશે- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
      તંદુરસ્તીજેની પાસે તંદુરસ્તી છે તેની પાસે આશા છે અને જેની પાસે આશા છે તેની પાસે બધું જ છે.
      પરિસ્થિતિશિક્ષિત લોકો પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે, પણ અનુભવી લોકો પોતાના પ્રમાણે પરિસ્થિતિ બદલી શકે છે.-અજ્ઞાત
      કુટુંબઆ મારું છે અને આ બીજાનું છે એવું સંકુચિત હૃદયવાળા જ સમજે છે. ઉદાર ચિત્તવાળા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે. – હિતોપદેશ
      ખુશીખુશીનો અર્થ મુશ્કેલીઓની ગેરહાજરી નહીં પરંતુ તેમને દૂર કરવાની તાકાત છે.
      સમાજતમે સમાજ પાસેથી જે લો એ પ્રતિષ્ઠા. તમે સમાજને જે આપો એ ચારિત્ર્ય. જે પળથી તમે આ સમજો એ પળથી જ જીવવાની શરૂઆત કરી છે એમ માનજો. – બૅયાર્ડ ટેઈલર
      ઈચ્છાઆપણી ઈચ્છા મુજબ સામેની વ્યક્તિ વર્તે એ સ્વીકારવું જરા અઘરું છે, કેમ કે એનેય તમારી જેમ જ ઈચ્છા જેવું હોય ને !
      ઊંઘઊંઘ એવો અફાટ સાગર છે, જેમાં આપણે આપણાં બધાં દુ:ખ ડૂબાડી દઈ શકીએ છીએ.
      શાંતિશાંતિનો અર્થ ફક્ત નિ:શબ્દ રહેવું જ નહીં, પરંતુ મનનું મૌન પણ છે.
      ટીકાજે વ્યક્તિ ધૈર્યની સાથે પોતાની ટીકા સાંભળી લે છે, તે સમગ્ર વિશ્વને જીતી શકે છે.-મદનમોહન માલવિયા
      વાણીજે સૌને ખુશ કરનારી વાણી બોલે છે, તેની પાસે દરિદ્રતા ક્યારેય ફરકતી નથી.- તિરુવલ્લુર
      પરોપકારીજો મનુષ્ય પરોપકારી ન હોય તો તેનામાં અને દીવાલ પરના ચિત્રમાં કોઈ અંતર નથી.
      સંબંધપ્રેમને અને આંસુને ગાઢ સંબંધ છે. જો તમે પ્રેમમાં હો ને હજી આંખમાંથી આંસુ ન વહાવ્યાં હોય તો વિચારજો, ક્યાંય કોઈ કચાશ તો નથી રહી ગઈ ને !
      વિશ્વાસજે વસ્તુનું અસ્તિત્વ નથી તેને આપણે વિશ્વાસથી પેદા કરી શકતા નથી.
      શું બોલવુંમનુષ્યને બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે, પણ શીખ્યા પછી શું બોલવું એ શીખતા આખી જિંદગી વીતી જાય છે.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
      જાતને બદલોદરેક વ્યક્તિ દુનિયાને બદલી નાખવાનું વિચારે છે, પોતાની જાતને બદલવાનું નહીં.
      પરિવર્તનવ્યક્તિ અથવા વસ્તુમાં સંગત અનુસાર જ પરિવર્તન આવે છે.
      પુસ્તકવિચારોના યુદ્ધમાં પુસ્તકો જ સૌથી અસરકારક હથિયાર સાબિત થતાં હોય છે.
      શાંતિઆ સંસારમાં સૌથી સુખી એ જ વ્યક્તિ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવે છે.- ગેટે
      શીખામણએવી શીખામણ ન આપો જે સુંદર હોય પણ જે લાભદાયક હોય એવી શીખામણ આપો.
      શાંતિસંયમ અને ત્યાગના માર્ગે જ આનંદ અને શાંતિ સુધી પહોંચી શકાય છે.
      લાલચલાલચની પૂર્તિ ક્યારેય થઈ શકતી નથી. તેથી લાલચ અને ક્ષોભ કાયમ સાથે રહે છે.-સમર્થ ગુરુ રામદાસ
      પ્રસિદ્ધિપ્રસિદ્ધિ એ આપણાં વીરતાપૂર્વક કરેલાં કાર્યોની સોડમ છે.
      રહસ્યસેવકને પોતાનું રહસ્ય જણાવવું તેને સેવકમાંથી સ્વામી બનાવી લેવા જેવું છે.
      સમયસરદોડવું નિરર્થક છે. મુખ્ય વાત તો સમયસર નીકળવું છે.
      હૃદયજીવનમાં દયાથી ભરપૂર હૃદય સૌથી મોટી દોલત છે.- તિરુવલ્લુર
      પ્રશ્વાતાપસુધારો કર્યા વગરનો પ્રશ્વાતાપ એવો છે જાણે કે છિદ્ર બંધ કર્યા વગર જહાજમાંથી પાણી કાઢવું.
      મુસીબતમુસીબત અને નુકસાન બાદ મનુષ્ય વધુ વિનમ્ર અને જ્ઞાની બની જાય છે.
      શિક્ષકજિંદગી શિક્ષકથી પણ ઘણી કડક છે. કારણ કે શિક્ષક ભણાવે છે અને પછી પરિક્ષા લે છે, પરંતુ જિંદગીમાં પહેલા પરિક્ષા આપવી પડે છે અને પાઠ શિખવા મળે છે.-સ્વામિ પિયૂષાનંદ સરસ્વતી
      ગુનોગુનો કર્યા બાદ જે ભય પેદા થાય છે તે જ ગુનેગારનો દંડ છે.
      વિજયજે મનુષ્ય પોતાની ટીકા સાંભળી લે છે, તે તમામ જગત પર વિજય પ્રાપ્ત કરી લે છે.
      ફળમૌનના ફળ રૂપે પ્રાર્થના, પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા, શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા.-મધર ટેરેસા
      જીવનમાણસ પક્ષીની જેમ ઉડવા માંગે છે, કોયલની જેમ ગાવા માંગે છે, મોરની જેમ નૃત્ય કરવા માંગે છે, માછલીની જેમ તરવા માંગે છે પણ માણસ માણસની જેમ જીવવા માંગતો નથી.- અજ્ઞાત
      જ્ઞાનીજ્ઞાની એ છે જે વર્તમાનને સારી રીતે સમજીને પરિસ્થિતિ અનુસાર આચરણ કરે.
      વાંચનવાંચવાનું તો સૌ જાણે છે, પરંતુ શું વાંચવું એ ઘણા ઓછા લોકો જાણતા હોય છે.
      મીઠા રહેવું વધુ સારુંઝરણાંને દરિયો થવું ક્યારેય ગમતું નથી કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું વધુ સારું.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
      દિશાજેવી રીતે તણખલું પવનની દિશા બતાવે છે, સામાન્ય ઘટનાઓ માનવ હૃદયની વૃત્તિઓ બતાવે છે.
      અભિમાનઅભિમાની પાસે કોઈ જવા તૈયાર હોતું નથી અને ક્રોધી પાસે કોઈ આવતું નથી. આથી અભિમાન અને ક્રોધથી દૂર રહો- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
      લક્ષ્યાંકલક્ષ્યાંક માટે આશાવાદનો વિશ્વાસ જરૂરી છે. આશા કે વિશ્વાસ વિના કશું જ શક્ય નથી- હેલન કેલર
      આનંદઆનંદ તો દરેક જગ્યાએ છે, પરંતુ તેનો સ્ત્રોત આપણા હૃદયમાં છે.
      સ્વચ્છતા અને પરિશ્રમસ્વચ્છતા અને પરિશ્રમ મનુષ્યના બે સર્વોત્તમ વૈદ્ય છે.
      ઉધારઉધાર એ મહેમાન છે જે એક વખત આવી જાય પછી જવાનું નામ નથી લેતો.
      ગુણજે વ્યક્તિ પોતાના ગુણો અંગે ઓછું જાણતો હોય છે, તેને લોકો તેટલો જ પસંદ કરતા હોય છે.
      એકતાજો અનેક પક્ષી એક થઈ જાય તો વાઘનું ચામડું પણ ઉતારી શકે છે.
      અશક્યઅન્યાય, અસત્ય અને કપટના પાયા પર સ્થાયી શક્તિની સ્થાપના કરવી અશક્ય છે.
      અપેક્ષાબીજાની મહેરબાનીની અપેક્ષા કરતાં પોતાના ગુણોની મદદથી આગળ વધવું સારું છે.
      અજ્ઞાનતાઅજ્ઞાનતા એક એવી રાત જેવી છે, જેમાં ચંદ્ર નથી હોતો કે તારા પણ નથી હોતા.
      ઘમંડધનના ઘમંડમાં ચૂર મનુષ્યને પડ્યા વગર ભાન નથી આવતું.
      ધીરજધીરજથી નબળી વ્યક્તિને બળ પ્રાપ્ત થાય છે. અધીરાઈથી શક્તિ બરબાદ થાય છે.
      શિક્ષણશિક્ષણ પુસ્તકોમાંથી મળે છે, પરંતુ અનુભવ જીવનમાંથી જ મળી શકે છે.
      આરંભઆ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.- વિનોબા ભાવે
      નિરાશાજે બીજા માટે જીવવા માગે છે, તેને ક્યારેય નિરાશા નથી મળતી.
      અંતઆ જન્મનો અંત તે આગલા જીવનનો આરંભ છે.- વિનોબા ભાવે
      અધિકારતે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી, જેને આપવાની શક્તિ ના હોય.
      ત્યાગધનથી નહીં, સંતાનથી પણ નહીં, અમૃતસ્થિતિની પ્રાપ્તિ માત્ર ત્યાગથી જ થાય છે.-સ્વામી વિવેકાનંદ
      સંતોષસફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે.- સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
      કસોટીકુદરતી દુ:ખ એક કસોટી છે, ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.- શ્રી અરિંવદ
      સુંદરતાસુંદરતા માટે પ્રસન્નતાથી વધીને બીજો કોઈ શ્રૃંગાર નથી.
      ધર્મજે કાર્ય કરતા મનમાં આનંદ વ્યાપી જાય એ ધર્મ અને જે કાર્ય કરતા મનમાં ગ્લાની થાય એ અધર્મ.- બ્રહ્નાનંદ
      અપેક્ષાઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે, પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે.- રવીન્દ્રનાથ ટાગોર
      જ્ઞાનઅનુભવ વગરનું કોરું શાબ્દિક જ્ઞાન નિરર્થક છે.
      ગરીબ માણસપૃથ્વી પરનો ગરીબ માણસ એ નથી કે જેની પાસે નાણાં ન હોય પણ જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે.-ચાણક્ય
      શાંતજ્યાં નદી ઊંડી હોય છે ત્યાં પાણીનો પ્રવાહ અત્યંત શાંત અને ગંભીર હોય છે.
      કિંમતવિચાર ગમે તેટલો જાગૃત અને ઊંચો હોય પણ જ્યાં સુધી કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી એની કોઈ જ કિંમત નથી.-ગાંધીજી
      પૈસાદારદરીદ્ર વ્યક્તિ પેલા પૈસાદાર વ્યક્તિ કરતાં વધુ સુખી છે, જેને પોતાનું જ ધન કરડવા દોડતું હોય છે.
      જીવનજીવનને બદલવાની જરૂર નથી, જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની.- સ્વામી રામ
      રહસ્યજો કોઈ રહસ્યને દુશ્મનથી છુપાવવાનું હોય તો તેનો ઉલ્લેખ મિત્ર સાથે ક્યારેય ન કરો.
      પ્રાર્થનાપ્રાર્થના એ કંઈ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી, પ્રાર્થના તો અંતરનો નાદ છે.-ગાંધીજી
      અવગુણઅવગુણ હોડીમાં થયેલા છિદ્ર જેવા છે, જે એક દિવસ હોડીને ડુબાડી જ દે છે.
      ક્ષણિક સુખસામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું.-તીરુવલ્લુર
      માપદંડમનુષ્યનો માપદંડ તેની સંપત્તિ નહીં પરંતુ તેની બુદ્ધિશક્તિ છે.
      આગ જે રીતે આગ આગનો નાશ કરી શકતી નથી, તે જ રીતે પાપી પણ પાપનો નાશ કરી શકતો નથી.
      જીવનની કસોટીઆપણો રસ આપણા જીવનની કસોટી છે અને આપણા મનુષ્યત્વની ઓળખ.
      દ્રઢનિશ્વયફક્ત સકારાત્મક દ્રઢનિશ્વય જ કોઈ પણ જાદુઈ ઔષધિ કરતાં ચમત્કારિક છે.
      મીઠા ન બનીએએટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે.
      લક્ષ્યલક્ષ્ય જેટલું મહાન હોય છે તેનો માર્ગ તેટલો જ લાંબો અને ભયાનક હોય છે.
      કર્તવ્યદુનિયામાં સૌથી નિષ્ઠુર વ્યક્તિ એ છે જે પોતાનું કર્તવ્ય જાણે છે પરંતુ પાલન નથી કરતી.
      પ્રસન્નતાપ્રસન્નતાની ભાવનાની સરખામણી ખળખળ વહેતા જળ સાથે કરી શકાય છે.
      ફરિયાદજે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉદ્યમી હોય તે કદી ફરિયાદ કરતા નથી-ધૂમકેતુ
      નિશ્વિતજે નિશ્વિતને છોડીને અનિશ્ચિતતા પાછળ ભાગે છે, તે નિશ્વિતને પણ ગુમાવી દે છે.
      પ્રેમનું મંદિરઈશ્વરની અપેક્ષા હતી કે માનવી પ્રેમનું મંદિર બનાવે પરંતુ માનવી પથ્થરના મંદિર બનાવે છે.- રવીન્દ્રનાથ ટાગોર
      ઉતાવળધીરજ અને પરિશ્રમથી આપણે તે મેળવી શકીએ છીએ, જે બળ અને ઉતાવળમાં મળતું નથી.

No comments:

Post a Comment